વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Vivek U.B. Vidhyalay | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવો. દરેક ધર્મ અને જાતિના બાળકને કાર્યક્ષમ શિક્ષણ મળે તે ટ્રસ્ટનો મુળભુત હેતું છે. આવા વિસ્તારોમાં આશ્રમશાળાઓ અને છાત્રાલયો તથા ઉતર બુનિયાદી શાળાઓ દ્વારા શ્રમ,સમુહજીવન અને શિક્ષણનો સમન્વય સાધીને બાળકોનો સર્વાધીણ વિકાસ થાય તે અમારૂં મુખ્ય ધ્યેય છે. પછાત વર્ગનાં અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું આ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ,જન્મ જયંતિ ઉજવણી જેવા ઉમદા કાર્યો આ ટ્રસ્ટ દ્વારા થાય છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શ્રી જાગૃતિ ટ્રસ્ટ ડીસા,બનાસકાંઠાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજય છે. પણ હાલ આ ટ્રસ્ટ બનાસકાંઠાનાં અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક તેમજ માનવસેવાના કાર્યમાં સક્રિય છે. અંતરિયાળ વિસ્તારોમાં આશ્રમશાળાઓ,છાત્રાલયો અને માધ્યમિક શાળાઓના સંચાલન દ્વારા શિક્ષણની જયોત ફેલાવવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા થાય છે. કોઈપણ જાતિ કે ધર્મનાં ભેદભાવ વગર શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવોએ આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત વ્યસનમુકિત,જન જાગૃતિ તથા દવાખાના દ્વારા માનવસેવા જેવી ઉમદા પ્રવૃતિઓ કરવામાં આવે છે.