વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - વાંચે ગુજરાત અભિયાન અંર્તગત યોજાયેલ કાર્યક્રમ

-

તા. 30/10/2010 સમય- સવારે – 9 થી 10
કાર્યક્રમનો અહેવાલ
સ્વર્ણિમ ગુજરાતના અવસરે ગુજરાત સરકારે પ્રજાને શ્રેષ્ઠ નજરણું આપ્યું અનેતે વાંચે ગુજરાત અભિયાન, મુખ્યમંત્રીશ્રીને તો આખા ગુજરાતમાં જાણે સંસ્કાર સરિતા વહાવવી છે.વાંચન ઘેલું લગાડવું છે. આવુંજ કંઈક અમારી શાળા વિવેક ઉ.બુ. વિદ્યાલયનાં પ્રાગણમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોના સાથ સહકારથી વાંચનના રંગે એવું તો રંગાયું કે અમારા માટે આ એક યાદગાર પ્રસંગ બની રહ્યો.
આજરોજ તારીખ -30/10/2010ને શનિવારના રોજ સવારે 9 થી 10 ના સમય દરમિયાન અમારી ઉપરોકત કાર્યક્રમ યોજાઈ ગયો. દરેક વિદ્યાર્થીને બે દિવસ અગાઉ પુસ્તકો મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને વાલીઓને પણ જાણ કરવામાં આવી હતી. સવારે પ્રાર્થના સભામાં શાળાના શિક્ષક ભરતભાઈ ડી સહુને કાર્યક્રમ વિશે વિગતવાર સમજ આપી. તેમણે બેઠક વ્યવસ્થા તથા કાર્યક્રમની શરૂઆત ઘંટનાદ અને સુત્રોચ્ચાર સાથે કરવાની સમજ આપી.
વાંચે ગુજરાત કાર્યક્રમની શરૂઆત સવારે નવ કલાકે ઘંટનાદ સાથેથઈ. દરેક વિદ્યાર્થીએ પોતાને અનુકૂળ જગ્યાએ બેસવાનું કહેતાં વર્તુળાકર બેઠક વ્યવસ્થા પસંદ કરી. કુદરતી શાંત વાતાવરણમાં દરેક વિદ્યાર્થીએ વાંચન અભિયાન શરુ કર્યું.

- કુલ વિદ્યાર્થીઓ
ધોરણ – 8 85
ધોરણ - 9 83
ધોરણ – 10 70

કુલ 238 વિદ્યાર્થીઓ 5 શિક્ષકો બે સેવક ભાઈઓ 10 વાલીઓ એમ કુલ 255 લોકોએ ભાગ લીધો.બરાબર દસ વાગે ફરીથી ઘંટનાદ સાથે આ પૂર્ણાહુતિ કરવામાં આવી.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ