વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - વાલી સંમેલન – અહેવાલ

-

બાળકોનો સંર્વાગી વિકાસ કરતી વિવેક ઉ.બુ. વિદ્યાલય,રામસણમાં આજરોજ તા. 28/8/2010ને શનિવારના રોજ નવીન શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું વાલી સંમેલન ડીસા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ અને રામસણના અગ્રણી આગેવાન એવા રમેશસિંહજી વાઘેલાના અધ્યક્ષ પદે યોજાઈ ગયું.
સંમેલનની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. આ શાળાની બહેનોએ સુંદર પ્રાર્થના રજુ કરી. દિપ પ્રગટય બાદ શાળાની બહેનોએ સ્વાગત ગીત રજુ કર્યું. શાબ્દીક સ્વાગત આ શાળાના સિનિયર શિક્ષકશ્રી ભરતભાઈ પઢિયારે કર્યું હતું.
વાલીમંડળના પ્રમુખશ્રી શિવરામભાઈ ત્રિવેદીએ શાળામાં ધો.11 ની જરૂરીયાત પર ભાર મુકયો હતો. સમારંભના અધ્યક્ષ માન.રમેશસિંહ વાઘેલાએ શાળાની નાની મોટી જરુરીયાતોમાં વાલી મંડળ હંમેશા શાળાની સાથે રહેશે તેવી ખાત્રી આપી હતી.શાળાના આચાર્યશ્રી એ.જી.ચૌધરીએ વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાગિણ વિકાસમાં શાળા પરિવાર સક્રિય અને હકારાત્મક ભુમિકા અદા કરી રહી છે તેમાં વાલી મંડળ સહકાર આપે અને બાળકોના શિક્ષણની સમાજ પણ ચિંતા કરે તે આજના સમયની જરૂરીયાત છે.
આ સાથે આજે શાળાના વર્ષ – 2010-11 ના વાલી મંડળના હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં

પ્રમુખ તરીકે શિવરામભાઈ એ.ત્રિવેદી
ઉપપ્રમુખ તરીકે રમેશસિંહ એચ.વાઘેલા
મંત્રી તરીકે જેતાભાઈ ટી.પટેલ

ની વરણી કરવામાં આવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકશ્રીઓ શ્રી એમ.પી.દુલેરા,શ્રીએમ.પી.મોડિયા,
શ્રી આર.બી.પ્રજાપતિ તથા બિન શૈક્ષણિક કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભરતભાઈ પઢિયારે કર્યું હતું.
સહ અભ્યાસક પ્રવૃતિ સંચાલકશ્રીસ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ