વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - રક્ષાબંધન પર્વની ઉજવણી

-

અહેવાલ તા.25/8/2010

વિવેક ઉ.બુ.વિદ્યાલય,રામસણમાં આજરોજ તા.25/8/2010ને બુધવારનાં રોજ ભાઈ બહેનનાં પવિત્ર સંબંધોને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ગીતથી કરવામાં આવી. ત્યારબાદ શાળાની તમામ બાળાઓએ આ શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા સ્ટાફના ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી.અને દરેક ભાઈનું મોં મીઠું કરાવ્યું હતું.

ત્યારબાદ રક્ષાબંધનના મહત્વ વિશે કેટલાક વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાનું વકતવ્ય રજુ કર્યું. શાળાના શિક્ષકશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રીએ રક્ષાબંધનના અલગ અલગ નામો અને તેના મહત્વ વિશે સુંદર સમજ આપી હતી.

આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રી ભરતભાઈ ડી.પઢિયારે કર્યું હતું.સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ