વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

-

‘જાગૃતિ ટ્રસ્ટ’સંચાલિત વિવેક ઉ.બુ. વિદ્યાલય, રામસણમાં 64માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે સવારે વિભિન્ન સુત્રોચ્ચારથી વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામના સરપંચશ્રી સુમેરસિંહજી વાધેલા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત સર્વે લોકોએ રાષ્ટ્રગીતનાં ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

સ્વાતંત્ર્ય દિનના આ શુભ પ્રસંગે શાળામાં વિવિદ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો હાઈસ્કુલના આચાર્યશ્રી તેમજ સરપંચ સાહેબે પ્રસંગને અનુરૂપ પોતાનો પ્રતિભાવ આપ્યો.

છેલ્લે ગામના વડીલોએ બાળકોને ઈનામો તેમજ મીઠું મોં પણ કરાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી બી.ડી.પઢીયારે તેમજ સ્ટાફ મિત્રોનાં પ્રયત્નોથી કર્યું હતું.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ