વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - ઉર્જા શકિત માસની ઉજવણી

-

ઉર્જા શકિત માસની ઉજવણીના ભાગરૂપે બાળકોએ વિવિદ્ય સ્પર્ધામાં ભાગ લીધો.

‘ઉર્જા સંગે સ્વર્ણિમ ગુજરાત’એ શિર્ષક હેઠળ ગુજરાત વીજ કંપની લીમીટેડ, ધો.8,9,10માં અભ્યાસ કરતાં બાળકો માટે નિબંધ તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં વિવિદ્ય સાત શાળાઓએ ભાગ લીધેલ.

જેમાં આપણી ‘જાગૃતિ ટ્રસ્ટ’સંચાલિત વિવેક ઉ.બુ. વિદ્યાલયનાં વિદ્યાર્થીમાં (1) લવાટ વિજયકુમાર શાંતિલાલ તેમજ (2)રબારી નબાભાઈ નેથીભાઈએ નિબંધમાં અ.નં.પ્રથમ,બીજા ક્રમે વિજેતા બન્યાં.જયારે વકતૃત્વ સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની કુ. આશાબેન ગોમાજી ચૌધરી એ દ્વિતીય ક્રમે આવેલ.

બંન્ને વિજેતા ભાઈ-બહેનોને વીજ કંપની દ્વારા પ્રથમ નંબરને રૂ. 151/-, દ્વિતીય નંબરને 100/- પ્રોત્સાહિત ઈનામ રૂપે આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે શાળા પરિવારે પણ તેમનું ખૂબજ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં ત્રણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર શ્રી બી.ડી.પઢિયારેને ભેટ સોગાદથી બિરદાવ્યા હતાં.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ