વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - ગુરૂપૂર્ણિમાનો કાર્યક્રમની ઉજવણી

-

વિવેક ઉ.બુ.વિદ્યાલય ,રામસણમાં ગુરૂપૂર્ણિમાનો કાર્યક્રમની ઉજવણી

વિવેક ઉ.બુ.વિદ્યાલય,રામસણમાં ગુરૂ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુરૂઋણ અદા કરવાનો, ગુરુ પૂજન કરવાનો પ્રસંગ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી મુકિતનો દ્વાર જે સીંધે તે ગુરૂની પૂજા કરવામાં આવી.

હાઈસ્કુલના આચાર્યશ્રી ચૌધરી સાહેબની અધ્યક્ષતાને ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના બાળકોએ આજના દિવસે ભકિતભાવથી ગુરૂચરણોમાં શીર્ષ નમાવી ફુલ અર્પણ કર્યો તેમજ સંસ્કૃતિના ઘડવૈયા એવા ગુરુનું શું મહત્વ છે, તેના અનુંસંધાને પોતાના વિચારો વ્યકત કર્યો.

કાર્યક્રમની શરૂઆત ‘વસુદેવ સુતંમ દેવ’શ્લોકથી કરી. શાળાના ગુરુજીઓએ પણ ગુરૂપૂર્ણિમાનું શું મહત્વ છે. તેની સમજ રામાયણ,મહાભારતના પ્રસંગોને ટાંકીને સુંદર વિચારો વ્યકત કર્યો. આજના પ્રસંગની આછી માહિતી આપી.

શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુજીનો ફાળો તેના દષ્ટાંત સાથે સુંદર રજૂઆત કરી. સાથે સાથે ગુરુ પ્રત્યે આભાર,અભિવ્યકત કરવાનો સોનેરી દિવસ એટલે ગુરૂપૂર્ણિમા-----

છેલ્લે આભાર વિધિ શ્રી એમ.પી.દુબેરાએ કરી.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ