વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - વન મહોત્સવ

-

શ્રી વિવેક ઉ.બુ. વિદ્યાલય,રામસણમાં ઉજવાયેલ વન મહોત્સવ

‘ગ્લોબલ વોર્મિગ’એક વૈશ્વિક સમસ્યાના પડકારને પહોંચી વળવા રામસણ વિવેક ઉ.બુ. વિદ્યાલયમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જીલ્લામાં વરસાદની સતત પંચ, ગ્લોબલ વોર્મિગના કારણે પુષ્કળ-ગરમી, પીવાના પાણીની ગંભીર સમસ્યા, આ બધા કારણોને ધ્યાનમાં લઈ શાળાનાં મેદાનમાં ‘છોડમાં રણછોડ’અને ‘વૃક્ષમાં વાસુદેવ’ભારતની સંસ્કૃતિની પરંપરા જાળવી રાખવા તથા શિક્ષણમાં વૃક્ષના મહત્વનું ઉજાગર કરવા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

શાળાના વિદ્યાર્થીઓ-આચાર્યશ્રી તેમજ શાળા શિક્ષક સહિત વૃક્ષનારાયણની સ્થાપના કરવામાં આવી. શાળાના બાળકોને વ્યકિતગત વૃક્ષ ફાળવી તેનું વર્ષ દરમિયાન જતન કરવાની સલાહ ઈ.કો.કલબ ઈન્ચાર્જ શ્રી બી.ડી.પઢિયારે તેમજ શાળાના આચાર્યશ્રી અમૃતભાઈ ચૌધરી સાહેબે આપી હતીં.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ