વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - સ્વાતંત્રદિનની ઉજવણી

રષ્ટીય તહેવાર

� � � � �શ્રી જાગૃતિ� ટ્રસ્ટ, ડીસા –બનાસકાંઠા સંચાલિત શ્રી વિવેક ઉ.બુ વિધ્યાલય,રામસણ તા ડીસામાં તા ૧૫/૮/૨૦૧૧ ના રોજ ૬૫ મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ધ્વજ વંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ધ્વારા ધામધુમથી કરવામાં આવી. જેમણે આ દેશ માટે પોતાનુ સર્વસ્વ અર્પણ કર્યુ છે તેવા શહીદો ને શ્રધાંજલી આપવામાં આવી હતી.

� ગામના યુવાન અને ઉત્સાહી સરપંચશ્રી સુમેરસિંહ વાઘેલા ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યાર બાદ શાળાનાં બાળકો એ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ રજુ કરી હતી. ધોરણ ૯ ની બાળાઓએ સુંદર ગરબો તથા ધોરણ ૧૦ની બાળાઓએ રાસ રજુ કર્યો હતો. ધોરણ ૮ ના વિધ્યાર્થીઓએ વ્યસન મુક્તિ વિશે સુંદર નાટક રજુ કરી સૌને વિચારતા કરી મુક્યા હતા. આ પ્રસંગે અય ‘મેરે વતન કે લોગો’ગીત પર સુંદર� અભિનય ગીત રજુ કર્યુ હતુ.

� આ શુભ પ્રસંગે શાળાના વિકાસમાં હંમેશા સહકાર આપનાર� શ્રી રામસણ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ્થી શાળાને પ્રીંટર સાથે કોમ્પ્યુટર સેટ જૈન શ્રેષ્ટી શ્રી કાંતીલાલ પી શાહ ના હસ્તે અર્પણ કર્યુ હતુ જેનુ ઉદધાટન સરપંચશ્રી ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગામના શિક્ષણપ્રેમી પટેલ ગમનાજી તેજાજી એ શાળાના ચોગાન ફરતે પ્રોટેક્શન દિવાલનુ બાંધકામ કરી આપેલ તેમનુ તથા જૈન સંઘના શ્રેષ્ટીઓનુ આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યુ હતુ તથા શાળાના આચાર્યશ્રી અમૃતભાઇ �ચૌધરી બંન્નેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનુ સફળ સંચાલન શિક્ષક શ્રી ભરતભાઇ ડી પઢિયારે કર્યુ હતુ તથા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણે ખુબજ જહેમત ઉઠાવી હતી

સ્થળ : રામસણ
તારીખ : 15/08/2011

પ્રવૃત્તિઓ