વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - પ્રવાસ અહેવાલ – વર્ષ- 2010-11

-

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

જંગલની કુંજ કુંજ જોવી હતી”

-ઉમાશંકર જોષી

અમારી શાળા વિવેક ઉ.બુ. રામસણનો વર્ષ 2010-11 નો શૈક્ષણિક પ્રવાસ તા. 04/12/10 થી 06/12/10 સુધી યોજાયો. શિક્ષણમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. આ હેતુ ને સિધ્ધ કરવા અમારી શાળામાં પ્રવાસની પૂર્વ તૈયારી એક માસ પૂર્વે એટલે કે દિવાળી વેકેશનની પૂર્વે થઈ ગયેલ હતું. શાળાના શિક્ષક શ્રી એમ.પી. મોડીયાએ વિદ્યાર્થીઓને પૂર્વ યોજના રૂપે પ્રવાસના અનુભવો તથા પ્રવાસમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિદ્યાર્થીઓને અગાઉથી જ સૂચના આપેલી હતી. તે મુજબ તા. 04/12/10ને શનિવારે સવારે – 5.00 કલાકે શાળામાં સર્વે પ્રવાસ આવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્ર થયા અને સવારે 6.00 કલાકે શાળાના પટાંગણમાંથી અમારા પ્રવાસની શરૂઆત ‘ભારત માતાકી જય’‘વંદે માતરમ’ના નારાથી ગામ આખું જગાડી દીધું કે અમે પ્રવાસમાં જઈ રહયા છીએ. વિદ્યાર્થીઓની ગણતરી કરી બસ ઉપાડી,ધાનેરા ડીસાના ખખડધજ રસ્તા પર થઈને અમારી બસ ડીસા પહોંચી ‘જલારામ મંદિર’થી ડીસાથી આવનાર શિક્ષકશ્રી બી.ડી.પઢિયારને લઈ બસ ઉપાડી પાલનપુર પેટ્રોલપંપ પર બસમાં ડીઝલ પુરાવી રેલ્વે ફાટકની બાજુમાં અમારી શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી આર.બી.પ્રજાપતિ સાહેબના ઘરે 15 મિનિટ રોકાયા. ત્યાં તેમનું આયુર્વેદનું વિશાળ દવાખાનું અને જ્ઞાનનો અખુટ ભંડાર સમાન પુસ્તકોની લાયબ્રેરી અમને જોવા મળી કે ભારત વર્ષમાં ઋષિ-મુનિઓની પરંપરાથી લઈને જુદી-જુદી યુનિવર્સિટીની પરીક્ષાના કેન્દ્રો પણ ત્યાં ચાલતા હતાં.

પાલનપુરથી અમારી બસ ગાંધીનગર જિલ્લામાં આવેલ વાસણા ગામમાં આવેલાં વાસણિયા મહાદેવનું મંદિર હતું. તેમાં બધાજ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દર્શન કરી ભગવાન પાસે પ્રવાસ સુખેથી પાર પડે તેવી પ્રાર્થના કરી. ત્યાં 20 થી 25 મિનિટ રોકાયા તે મંદિરની સામે 51 ફૂંટ ઉંચી હનુમાનજીની મૂર્તિ છે, શનિવારનો દિવસ હતો અમારા માટે ઉતમ દિવસ હતો તેથી હનુમાનજીને તેલ અને આંકડાના ફુલની માળા ચડાવી બાજુમાં બાલવાટિકા હતી. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આનંદ લીધો.સામે અશોક વાટીકા હતી ત્યાં જોઈને અમે ગાંધીનગર સેકટર-28નાં બગીચામાં પહોંચી ગયાં. અવનવા ફુલ-છોડ તથાઝાડ-વૃક્ષો નીહાળ્યા અને બાલઆનંદના સાધનો દ્વારા મજા લઈ ઠીક 11.30 કલાકે ભોજન તૈયાર થઈ ગયું હતું. પુરી-શાક,દાળ-ભાત,ભોજન લઈ ત્યાંથી અમારી બસ અમદાવાદ પહોંચી જયાં કાંકરિયા તળાવ,બાલવાટિકા,પ્રાણીસંગ્રહાલય તથા અટલ એક્ષપ્રેસ, રેલગાડીમાં બેઠાં અને પ્રવાસનો અનેરો આનંદ લીધો તથા ત્યાં આઈસક્રીમ ખાધો.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કયારેય ન જોયાં હોય એવા મસમોટાં પ્રાણીઓ જોયાં. પક્ષીઘરનાં પંખીઓ તથા સર્પઘર જોઈ અમે કાંકરીયાથી બહાર આવ્યા અને બસમાં વિદ્યાર્થીઓની ગણતરી કરી વડોદરાની બાજુમાં આવેલ આજવા-નિમેટાં તરફ રવાના થયાં. રસ્તાની આસપાસની પ્રકૃતિ નિહાળતા અને અંતાક્ષરી રમતા રમતા આજવા પહોંચી ગયા ઠીક 6.45 મિનિટે આજવાના રંગીન ફુવારા અને મ્યુઝિક ફાઉન્ટેઈન જોવા માટે ગોઠવાઈ ગયા. 15 મિનિટ મ્યુઝિક સાથે તાલ મિલાવીને રંગીન ઉડતા ફુવારાથી અમે ખુશ થઈ ગયા ત્યાંથી બહાર આવી સામે હનુમાનજીની વિશાળ મૂર્તિ જોવા ગયા.પ્રથમ દિવસના પ્રવાસનો અંતિમ ભાગ જોયા પછી આજવા અમારી પ્રથમ રાત્રી રોકાણ હતી. તેથી ધર્મશાળામાં અમે ઉતારો લીધો અને રાત્રી ભોજન લઈને સૂઈ ગયા અને તા.5/12/10ના વહેલી સવારે 4-00 કલાકે જાગી ગયા અને સ્નાન કરી સ્વચ્છ થઈ ચા તથા ગાંઠીયાનો નાસ્તો કરી પાવાગઢ તરફ પ્રયાણ કર્યા. શિયાળાની ઠંડી હતી. સવારે 5.00 વાગે અમે પાવાગઢ પહોંચવા માટે નીકળ્યા રસ્તામાં ગામડાંની સ્થિતિ અને સવારનું સ્વચ્છ આહલાદક વાતાવરણમાંજ અમે પાવાગઢ પહોંચી ગયા ત્યાં ધર્મશાળામાં બસ ઉભી રાખી સૂચના પ્રમાણે અમે પાવાગઢ ઉપર મહાકાળી માતાનાદર્શન કરવા પગપાળા પર્વત ચઢવા રવાના થયા.પાવાગઢ પર્વત ઉપર અમે 8.30 કલાકની લગભગ પહોંચ્યા હતાં. ચડતાં-ચડતાં અલગ-અલગ પ્રકારનાં વૃક્ષો,સુંદર તેમના પર ખીલેલાં ફૂલ,ચારોતરફ હરીયાળીનો આનંદ અનેરો હતો. સ્વચ્છ,મધુર,મંદમંદ પવન ફુંકાતો હતો અને એકતરફ વહેલી સવારે માળામાંથી ઉડવા તૈયાર થતા પક્ષીઓનો કલરવ કયાંક નજીક તો કયાંક દૂરદૂર કોઈ અવાજ તો કયારેય ન સાંભળ્યો હોય તેવા હતાં. પાવાગઢ પર્વતમાં રહેતાં વન્ય પ્રાણીઓ – પક્ષીઓના ચિત્રો રસ્તાની બાજુમાં જોવા મળતા હતાં.તેની માહિતી પણ લખેલી જોવા મળી. એક નવોજ અનુભવ અમારા માટે નવાઈ અને આનંદ અપાવતા હતાં. રસ્તો મોચી સુધી પહોચતાં ઘણાં વળાંકવાળો અને ઢાળવાળો હતો તેના પર સડસડાટ ઉતરતા અને ચડતાં વાહનો જોતાં-જોતાં પાવાગઢનાં પગથિયાં સુધી પહોંચ્યાં ત્યાં ઉડનખટોલાની વ્યવસ્થા છે પણ અમારામાંથી એકપણ વિદ્યાર્થી તેમાં બેસવા તૈયાર ન હતાં. બધાજ પગથિયાં ચડીને દર્શન કરવાનું મંતવ્ય હતું. સૌ 10-10 ગૃપમાં રહીને પરત આવવા સૂચના આપી અને અમે આકરાં ચઢાણ આરંભી દીધા. “બોલો શ્રી મહાકાળી માતાની જય”સાથે ઉંચેરા ડુંગરને સર કરવા અમે એક વખતનાં માટે તો દોડ શરૂ કરી. અમારી તાકાતની પણ સીમા છે. ધીરેધીરે પરસેવો પડવા લાગ્યો છતાં અમારે તો ભોમીયા વિના ભમવાતા ડુંગરા એટલે ચઢાણ શરૂજ રાખ્યું. રસ્તાની બાજુમાં કોઈ આંધળા ભગવાનની સરસ ધૂન સંભળાવતા હતાં. કયારેક એવું લાગે કે, બેસીને સાંભળું પણ અમારે તો શિખર સુધી પહોંચવું હતુંને .રસ્તાની બાજુમાં નાની-નાની દુકાનોખોલીને આજીવિકા માટે કેટલાય માણસો બેસી ગયા હતાં. આમળાં, કોઠા,બોર,જામફળ વગેરે લઈને તો કોઈ ગોળી-બિસ્કીટ એને તાડી,સોડા,જયુસ લઈને બેસી ગયા હતાં. પર્વત ઉપર નાની-મોટી ઘણી દુકાનો હતી. શીતળ વાતા પવનથી અમે ખુશ થઈ ગયા અને માતાજીનાં દર્શન કરીને પરત ફર્યા 11.30 કલાકે ધર્મશાળાએ પહોંચ્યા. પહોંચ્યા ત્યારે અમારા પગ ઢીલા-ઢસ થઈ ગયા. પરંતુ જતાંની સાથે જ બસના સંચાલકે અમને લાડુ-પુરી શાક,દાળ-ભાત ખવડાવીને તાજા કરી દીધા અને ત્યાંથી 1.30 કલાકે નર્મદા સરોવર જોવા માટે નીકળ્યા. ઘટાટોપ જંગલોમાં થઈને પસાર થયા.સાગના તોતીંગ વૃક્ષો હતાં. લગભગ 3.00 કલાકે આપણાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાને જોવા પરવાનગી લઈ અમે નવાગામ પહોંચ્યા. અમારા બસના સંચાલક એક ગાઈડ જેવા હતાં.અમને માહિતી આપતાં. એમને કેટલાંક પેંપલેટ માહિતી કેન્દ્રમાંથી આપેલા તે વાંચ્યાં અને સ્થળની મુલાકાત લીધી. નર્મદા સરોવરને સરદાર સરોવર તરીકે ઓળખાય છે. તેમની પ્રતિમા પણ હતી. વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે જોઈને અમે શેક ફીલ્ડ (ચાર) તળાવો જોવા આવ્યાં. નૌકા વિહાર કરી અને તળાવમાં મોટાં તરતા મગર જોઈને ડર અને સાથે સાહસ સાથે આનંદનો અનુભવ પણ થતો હતો. બસમાં બેસી 8.30 વાગે પાવાગઢ પરત પહોંચ્યા. જમવાનું તૈયાર હતું અને અમે પણ જમવા તૈયાર હતાં. તેથી જમીને થાકેલાં હોઈ ટપોટપ ઉંઘ આવી ગઈ અને કયારે સવાર થઈ ગઈ. સવારનો નિત્યક્રમ પતાવી સવારે-7-વાગે નાસ્તો અને ચા લઈ બસમાં બેઠાં ત્યાંથી અમારો ત્રીજા દિવસનો પ્રવાસ શરૂ થયો.

7.00 કલાકે અમે પાવાગઢથી ટુવા – ટીંબા જોવા ગયાં. થોડીકજ જગ્યામાં કયાંક ગરમ તો કયાંક ઠંડા પાણીની કુંડીઓ હતી. અમે દરેક કુંડીનું પાણી ચકાસવા અંદર ઉતર્યા અને ગરમ પાણીમાં બળી ગયાં અને નાઠાને કાંઠે આવીને પાછુ જોયું. બાજુમાં ઉત્કંઠેશ્વર મહાદેવનું સુંદર મંદિર છે. ત્યાં દર્શન કરી વળી બસમાં બેસી ડાકોર રણછોડજીના દર્શન કરવા પહોંચ્યા. સવારે 10.00 વાગ્યા હશે અને અમે મંદિરે પહોંચ્યાં એક ભકિતનો ભવ્ય મેળાવડો, શ્રધ્ધાની દોર ત્યાં બધાને ભકતિમય બનાવી દીધા. શાંતિથી દર્શન કરીને ગોમતી તળાવ જોવા ગયાં. કૃષ્ણની પાદુકાઓ જોઈ માછલીને ચણ આપ્યો. કહેવાય છે કે આમ કરવાથી દુશ્મનો દુર ભાગે. અમે એ પણ જોયું કે, ગામમાં તળાવ હોવાથી પ્રકૃતિ દ્શ્ય સુંદર લાગતું હતું. બજારમાં અવનવી વસ્તુઓ જોઈને ખરીદ કરવાનું નકકી કર્યું અને કોઈએ સંભારણા માટે વસ્તુ લીધી. પાછા ધર્મશાળામાં આવી ગયાં તરફ અમારૂ પ્રયાણ હતું. વચ્ચે ઉંટડીયા મહાદેવના દર્શન કરી. પાછા બસમાં બેસી ગાંધીનગર આવ્યા અને અક્ષરધામનાં બહારથી દર્શન કરી પાછાં બસમાં બેઠાં ઐઠોર ઉંઝામાં આવેલું ગણપતિજીનું મંદિર જોઈને રાત્રે 8.00 કલાકે રામસણ પહોચ્યાં અને આનંદ અને જ્ઞાન સાથે પ્રવાસનું સંભારણું લઈ ઘરે પહોચ્યાં.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ