વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત કાર્યક્રમ

-

અહેવાલ તા. 26/2/2011

આજરોજ તારીખ – 26/2/2011 ને શનિવાર ના રોજ ધો.10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પટાંગણમાં ગામના રામસણ ગામના સરપંચશ્રી સુમેરસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને અને મહેમાનો તથા વાલીઓની હાજરીમાં યોજાઈ ગયો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી,આ શાળાની બહેનોએ સુંદર પ્રાર્થના રજુ કરી, આ કાર્યક્રમના ઉદઘાટક અને વાલી મંડળના પ્રમુખશ્રી શિવરામભાઈ ત્રિવેદીએ દિપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.

વિદાય આપતા ધો.8 અને 9 ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સાથે મન લગાવીને ભણવાની મીઠી શિખામણ તથા જીવનમાં પ્રગતિ કરવા માટે શુભેચ્છા વ્યકત કરી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓએ શાળા જીવનના સારા માઠા પ્રસંગોને યાદ કર્યા હતા અને તેમના જીવન ઘડતરમાં શાળાનો શું ફાળો છે તે બાબત રજુ કરી હતી.

શાળાના સમગ્ર સ્ટાફે વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્યશ્રી એ માતાપિતા,સમાજ,ગામ અને દેશનું જરૂર પડે ઉતરદાયિત્વ નિભાવવા રજુઆત કરી હતી. આ પ્રસંગના ઉદ્ ઘાટક શ્રી શિવરામભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતાં. આ પ્રસંગે શાળામાંથી બેસ્ટ સ્ટુડંટ ઓફ ધ ઈયર તરીકે શાળા ના વિદ્યાર્થી ચૌધરી કેશાભાઈ પરખાભાઈ ધોરણ 9 ને સમારંભના અધ્યક્ષશ્રીના હસ્તે પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ હતુ. આ કાર્યક્રમના અધ્યક્ષશ્રીએ બાળકોને ભણતર પર ભાર મુકી ગામનું નામ રોશન કરવા હાંકલ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ આ શાળાના શિક્ષકશ્રી ભરતભાઈ પઢિયારે કરી હતી.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ