વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી

-

વિવેક વિદ્યાલય,રામસણમાં તા.17-6-10નાં રોજ ધો.8નાં બાળકોનો પ્રવેશોત્સવની ઉજવણી ગામના સરપંચશ્રી, સુમેરસિંહજી વાધેલાના અધ્યક્ષ સ્થાને ગામના આગેવાનો શ્રી શિવાભાઈ ત્રિવેદી, શ્રી અજમલભાઈ રાનેરા તેમજ ગામના વડીલોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શારદાની સ્તુતિથી કરવામાં આવી.ત્યારબાદ મંત્રોચ્ચાર વડે નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આ શાળા બાગના પુષ્પો બનીને આવનાર નવીન બાળકોને કુમકુમ તિલક તેમજ ફુલગુચ્છાથી સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી અમૃતભાઈ ચૌધરીએ કેળવણી પર વધુ ભાર મુકયો હતો. શાળાના શિક્ષકો,વાલીઓએ બાળકના ઘડતરમાં શાળા,સમાજ અને માતા-પિતાનો શો ફાળો હોઈ શકે તેની સુંદર ચર્ચા કરી હતી.

છેલ્લે અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થી ઘડતરમાં વાલીની સભાનતા, પ્રયત્નોની ખૂબજ જરૂરીયાત પર વધુ ભાર મુકયો હતો.

આભાર વિધિ તેમજ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી બી.ડી.પરમાર તેમજ એમ.પી.મોડિયા તેમજ રાજુભાઈ પ્રજાપતિ,એમ.પી.દુબેરાએ કર્યું હતું.સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ