વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Vivek U.B. Vidhyalay | Rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ થાય છે અને સમગ્ર વર્ષમાં બે સત્ર હોય છે.શાળાનું પ્રથમ સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી એપ્રિલ સુધીનું હોય છે. વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી વાલીઓએ પોતાના બાળકોને આ શાળામાં દાખલ કરવા માટે પ્રવેશ ફોર્મ શાળા પાસેથી લેવાનું હોય છે. ફોર્મ ભરી શાળામાં પરત સોંપવામાં આવે ત્યારે તેની યોગ્ય તપાસ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જયારે ફોર્મ ભરવામાં આવે ત્યારે ફોર્મની સાથે છેલ્લી શાળા છોડયાના પ્રમાણપત્રની એક નકલ, છેલ્લી પરીક્ષાના પરિણામની એક નકલ અને બે ફોટોગ્રાફ આપવાનાં હોય છે. પ્રવેશ મળે ત્યારે શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર અને જરૂરી ફી ભરવાની હોય છે..
ગુજરાત રાજયની બહારના વિદ્યાર્થીઓના એડમિશન માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તાક્ષર ફરજિયાત છે.
એડમિશનનો અંતિમ નિર્ણય શાળાના હાથમાં રહેશે.

ફી સ્વીકારવાનાં નિયમો

  1. દરેક વિદ્યાર્થીએ જરૂરી ફી ભરવી ફરજીયાત છે.
  2. ફી એડમીશન વખતે શાળાના કેશ કાઉન્ટર પર રોકડેથી ભરવાની હોય છે.
  3. ચાલુ વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રફી શાળા શરૂ થયાથી દસ દિવસમાં ભરવી

ફીની માહિતી

  માધ્યમિક
પ્રવેશ ફી 25/-
સત્ર ફી 25/-
અન્ય ફી  

શાળાનો ગણવેશ

વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
સ્ક્રાર્ય બ્યુ પેન્ટ,સફેદ શર્ટ સ્ક્રાર્ય બ્યુ કુર્તા,દુપટ્ટો,સફેદ પાયજામો