વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Bhajan

ભજનો

સોમવાર

પ્રભુજીને પડદામાં રાખ મા...
પ્રભુજીને પડદામાં રાખમાં
પૂજારી !તારા આતમને ઓઝલમાં નાખમાં !
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઉભો તારો દેહ અડીખમ,
ભળી જાશે બાપુ ખાખમાં !પૂજારી...
ઉડી ઉડીને આવ્યાં પંખી હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં,
સાત સમંદર પાર કર્યો એનું
નથી રે ગુમાન એની આંખમાં !પૂજારી...

મંગળવાર

તમે ભાવે ભજી લ્યો ભગવાન
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું
એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા
જૂઠી માયાના મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન....જીવન...તમે...
બાળપણને યુવાનીમાં અડધું ખોયું
નથી ભકિતનાં મારગમાં ડગલું ભર્યું
હવે બાકી છે,એમાં દ્યો ધ્યાન...જીવન...તમે..
પછી ઘડપણમાં પ્રભુ ભજશો નહિ
ધન માલ ને વૈભવ ત્યજશો નહિ
બનો આથી પ્રભુમાં મસ્તાન....જીવન...તમે...
જરા ચેતીને ભકિતનું ભાથું ભરો
પ્રભુ નામનો દિલડે દીવો કરો
છીએ થોડા દિવસના મહેમાન....જીવન..તમે..
પછી આળસમાં દિન બધા વીતી જશે
અને ઓચિંતું પ્રભુનું તેડું થશે
નહિ ચાલે તમારૂં તોફાન...જીવન...તમે...
 

બુધવાર

તારી એક એક પળ જાય
તારી એક એકપળ જાયે લાખની
તું તો માળા રે જપી લે ઘનશ્યામની
ખાલી આવ્યા ખાલી જાશો
સાથે શું લાવ્યા લઈ જાશો
જીવન ધન્ય રે બનાવો ભકિતભાવથી
તું તો માળા રે જપી લે ઘનશ્યામની
જૂઠા જગના ખેલ,મનવા મારૂં-તારૂં મેલ
તું તો છોડી દેને ચિંતા આખા ગામની
તું તો માળા રે જપી લે ઘનશ્યામની
વ્હાલા યોગીજી મહારાજ,મારા ચિતડાના ચોર
મેં તો મૂર્તિ જોઈ છે યોગીરાજની
તું તો માળા રે જપી લે ઘનશ્યામની
હૈયે લાગી તાલાવેલી,આંખે આસુડાની હેલી
ભકતો ચેતીને ચાલો જમના મારથી
તું તો માળા રે જપી લે ઘનશ્યામની
ભકિત ખાડા કેરો ધાર,તેથી ઉતરવું ભવપાર
જેને લાગી છે લગન ભગવાનમાં,તે તો જાયે અક્ષરધામમાં
તારી....

ગુરૂવાર

મેરૂ તો ડગે પણ જેના
મેરૂ તો ડગે પણ જેના મન નવ ડગે ને,
ભાંગી તો પડે બ્રહ્માંડ જી
વિપત પડે તોયે વણસે નહીંને,
સોઈ હરિજનના પરમાણજી....મેરૂ તો
ચિતની વૃતિ જેની સદાય જ નિમળ, ને કોઈની કરે નહિ આશજી
દાન દેવે પણ,રહેવે અજાચીને
એમ વચનમાં વિશ્વાસ રે.
હરખને શોકની જેને નવ આવે હેડકી
ને આઠે પહોરે રે વે આનંદજી
નિત્ય જીવે રે સત્સંગમાં ને રે
તોડે મોહ માયા કેરા ફંદ રે.
સંગત કરો,તો તમે એવાની કરજો
જે ભજનમાં રહેવે,ભરપૂર રે
ગંગાસતી એમ બોલિયા
જેને નેણે તે વરસે ઝાઝાં નીર રે.
રચના – ગંગાસતી

શુક્રવાર

વૈષ્ણવજન તો તેને કહીએ
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે
પર દુખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...વૈષ્ણવજન તો...
સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રે...
વાચ કાછ મન નિશ્વળ રાખે.....(2)
ધન ધન જનની તેની રે....વૈષ્ણવજન તો...
સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માતા રે...
જિહવા થકી અસત્ય ન બોલે... (2)
પરધન નવ ઝાલે હાથ રે.... વૈષ્ણવજન તો...
મોહમાયા વ્યાપે નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી રે લાગી......(2)
સકળ તીરથ તેના તનમાં રે... વૈષ્ણવજન તો...
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં....(2)
કુળ એકોતેર તાર્યા રે..... વૈષ્ણવજન તો...
-નરસિંહ મહેતા

શનિવાર

પાયોજી મૈને રામ રતન ધન
પાયોજી મૈને રામ રતન ધન પાયો.....(2)
વસ્તુ અમૌલિક દી મેરે સતગુરૂ
કિરપા કર અપનાયો.....પાયોજી....
જનમ જનમ કી પૂંજી પાઈ....(2)
જગમેં સભી ખોવાયો.....પાયોજી મૈને
ખરચે ના ખૂટે વાકી ચોર ન લૂટે (2)
દિન દિન બઢત સવાયો.....પાયોજી મૈને
સત કી નાવ,ખેવટિયા સતગુરૂ
ભવસાગર તર આયો,....પાયોજી મૈને
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર....(2)
હરખ હરખ જસ ગાયો,પાયોજી...
-મીરાંબાઈ.