વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Vivek U.B. Vidhyalay | Home Page

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

શાળાએ એક વિશિષ્ટ પ્રણાલી છે. તેમાંય ઉતર બુનિયાદી શાળા એતો શિક્ષણ અને શ્રમનો સુભગ સવન્વય શાળામાં શિક્ષણ, શ્રમ,સંસ્કૃતિ,સંસ્કાર, સમુહજીવન અને સભ્યતાનું સિંચન થાય છે. શાળામાં શિક્ષણની સાથે સાંસ્કૃતિક અને ઈતર પ્રવૃતિઓ,ઉત્સવ, ઉજવણી,શ્રમદાન,સમયદાન તથા શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન થાય છે. શાળામાં શાળાનાં ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે પરિવારની ભાવના જાગૃત કરે તેવું વાતાવરણ નિર્માણ પામે છે.

શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

શાળાના બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકો સર્વાંગીવિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આજે જીવન મુલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઇ રહયું છે.તથા સામાજિક જીવનમાં અરાજકર્તા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવા સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર નિમાર્ણ અને આદર્શ માનવનું નિર્માણ કરી શકે છે.

આજના શિક્ષણમાં સાધનો વધ્યાં છે. ઇમારતો વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધી છે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે.પંરતુ...આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઇ ગયુ છે. ત્યારે એક સાચો શિક્ષક પોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠય પુસ્તકોનું જ્ઞાન આપવાની સાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મુલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે.

   શાળાના બાળકો ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસની સગવડ ન હોવાથી અભ્યાસ છોડવો પડતો હતો બહેનો માટે ઉચ્ચ શિક્ષણની સગasન હોવાથી શિક્ષણથી વંચિત રહેવું પડતુ હતું ઉચ્ચ શિક્ષણનો પણ વ્યાપ વધે તે માટે જુન ૨૦૧૩ થી શાળામાં ઉચ્ચતર માધ્યમિક પણ  સામાન્ય પ્રવાહમાં શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ ગામ તથા ગામની આજુબાજુના બિદ્યાર્થીઓને મળવા લાગ્યો છે

શ્રી અમૃતભાઈ જી.ચૌધરી
આચાર્યશ્રી,
વિવેક ઉ.બુ.વિદ્યાલય,રામસણ

ધ્યેય કથન

શિક્ષણ અને શ્રમના સમન્વયથી બાળકોને સર્જનશીલ અને ક્રિયાત્મક,સમજૂ અને સમાજના વડીલોને સન્માન આપતા થાય તથા તેમને આત્મવિશ્વાસું બનાવવા એ આ શાળાનો મુખ્ય ધ્યેય છે.

દ્રષ્ટિ કથન

  1. શ્રમ અને શિક્ષણના સમન્વયથી વ્યકિતત્વનો વિકાસ કરવો
  2. સમાજમાં થતા ઝડપી સુધારા તથા નવીન ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ કરવો.
  3. આત્મ સન્માન જાળવવું અને વડીલોનું સન્માન કરવું.
  4. પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવવી.
  5. ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કરવું.
  6. બીજાને મદદરૂપ થવાની ભાવના કેળવવી.
  7. વિધ્યાર્થીઓમાં દેશદાઝ જગાવવી
  8. કરુણા, પ્રામાણિકતા જેવા ગુણોનુ સિંચન કરવુ

અગત્ય ની વેબસાઈટ્ -

મંડળ સંચાલિત શાળા પંચશીલ,ડીસા

શિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી| પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ